Corona Updates: દેશમાં કોરોનાના કેસ 32 લાખને પાર, કેમ આટલા ઝડપથી વધી રહ્યાં છે કેસ? જાણો કારણ
દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના કેસમાં હવે તો રોજે રોજ મસમોટો વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 67,151 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1059 લોકોના એક જ દિવસમાં મૃત્યુ થયા છે. દેશમાં આ સાથે કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 32,34,475 થયો છે. જેમાંથી 7,07,267 લોકો સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં 24,67,759 લોકો કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં 59,449 લોકોના મૃત્યુ થયા છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના કેસમાં હવે તો રોજે રોજ મસમોટો વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 67,151 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1059 લોકોના એક જ દિવસમાં મૃત્યુ થયા છે. દેશમાં આ સાથે કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 32,34,475 થયો છે. જેમાંથી 7,07,267 લોકો સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં 24,67,759 લોકો કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં 59,449 લોકોના મૃત્યુ થયા છે.
School College Reopening News: ક્યારે ખુલશે શાળા અને કોલેજો? કેન્દ્રીય શિક્ષણમંત્રીનો જવાબ જાણો
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ 25 ઓગસ્ટ સુધીમાં 3,76,51,512 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાંથી 8,23,992 સેમ્પલનું ગઈ કાલે પરિક્ષણ કરવામાં આવ્યું છે.
EpiVacCorona: કોરોનાના હાહાકાર વચ્ચે રશિયાએ બનાવી લીધી બીજી કોરોના રસી
કોરોના વાયરસ સામેની લડતમાં 'લીમડો' બનશે મહત્વનું હથિયાર!
ICMRના ડાઈરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે મંગળવારે આ અંગે જણાવ્યું કે દેશમાં કોરોના ફેલાવવાના કેટલાક પ્રમુખ કારણો છે. તેમણે કહ્યું કે કેટલાક બેજવાબદાર લોકો મોસ્ક પહેરતા નથી, સામાજિક અંતર જાળવતા નથી જેને કારણે ભારતમાં કોરોના વાયરસ રોગચાળો વધુ ફેલાઈ રહ્યો છે. ભાર્ગવે એમ પણ કહ્યું કે ICMRએ બીજા રાષ્ટ્રીય સીરો સર્વની શરૂઆત કરી દીધી છે. જે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહ સુધીમાં પતી જશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube